બીજી વનડેમાં આ બોલરની થઈ એન્ટ્રી, શાર્દુલ ઠાકુરને પડતો મુકાશે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે સીરીઝની બીજી મેચ 21 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. હાલમાં ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ બીજી વનડે જીતીને શ્રેણી પોતાના નામે કરવા ઈચ્છશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં વાપસી કરવા ઈચ્છશે. જો કે આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર લગભàª
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે સીરીઝની બીજી મેચ 21 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. હાલમાં ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ બીજી વનડે જીતીને શ્રેણી પોતાના નામે કરવા ઈચ્છશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં વાપસી કરવા ઈચ્છશે. જો કે આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
ઉમરાન મલિકન વાપસી
રાયપુર વનડે મેચમાં ઝડપી બોલર ઉમરાન મલિકની વાપસી ફિક્સ હોવાનું માનવામાં આવે છે. તે જ સમયે, ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં ઉમરાન મલિકની વાપસી બાદ શાર્દુલ ઠાકુરને બહાર બેસવું પડી શકે છે. ઉમરાન મલિક ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની પ્રથમ મેચમાં ટીમનો ભાગ નહોતો. જ્યારે શાર્દુલ ઠાકુર પ્લેઈંગ ઈલેવનમાં રમ્યો હતો. શાર્દુલ ઠાકુરે પ્રથમ વનડેમાં 2 વિકેટ લીધી હતી. આ મેચમાં પાલઘર એક્સપ્રેસે 7.2 ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ ઝડપી હતી, પરંતુ ફાસ્ટ બોલરને રાયપુર ODIમાં બહાર બેસવું પડી શકે છે.
રાયપુર ODI માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ઉમરાન મલિક, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.
રાયપુર વનડે માટે ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (સી એન્ડ ડબલ્યુકે), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર
આપણ વાંચો-ભારતીય ક્રિકેટર અક્ષર પટેલનો આજે જન્મદિવસ, ફિયાન્સીએ કર્યું અનોખા અંદાજમાં Birthday Wish,જુઓ ફોટોઝ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement